શ્રદ્ધા અનેસંતો : સમાજની બેવડી મુસીબતો

‘અભીવ્યક્તી’

–દીનેશ પાંચાલ

અમારી પાસે છે તેટલી બધી નમ્રતા ભેગી કરીને એક વાત કહેવી છે. ધર્મની વ્યાખ્યા સન્તો ભલે કરતા; પણ તે બુદ્ધીગમ્ય અને ની:સ્વાર્થ હોવી જોઈએ. (બુદ્ધી ન હોય તો સત્યની વ્યાખ્યા કરવાનો હક હરીશ્ચન્દ્રને પણ ન હોવો જોઈએ) પ્રકાશનું સત્ય ઘુવડ ન સમજી શકે; પણ સુરજને અન્ધકારનું સત્ય સમજાઈ જવું જોઈએ. આસ્તીકો ઈશ્વર અંગેના અજ્ઞાનની આખી પેટી માથે ઉંચકીને ગુરુ પાસે જાય છે. ગુરુનો સ્વાર્થ તેના પ્રવચનમાં પ્રગટે છે: ‘ગુરુ વીના જ્ઞાન નહીં… માટે ગુરુ કરો… સંસારની મોહમાયા ત્યજો અને પ્રભુને ભજો…!’ એ કારણે થાય છે એવું કે પેટીભરીને અજ્ઞાન લઈને ગુરુ પાસે ગયેલો શ્રદ્ધાળુ પટારો ભરીને અજ્ઞાન લઈને પાછો ફરે છે. ગુરુઓ ધર્મની વ્યાસપીઠ પરથી ‘અહમ્ બ્રહ્માસ્મી’ નો મોઘમ હક જતાવીને પોતે જ ભગવાન બની બેસે છે. નાસ્તીકો તેમનો ભ્રમ ભાંગતા કહે છે: ‘એ બનાવટી ચશ્મામાંથી તેમને જે દેખાય છે તે કેવળ ભ્રાન્તી છે; સત્ય નથી. રાત્રે રોડ પર નીકળો અને દુરથી દેખાતી વાહનોની હેડલાઈટને ફરતે તમને અનેક…

View original post 1,199 more words

Leave a comment